Saturday, 19 October 2013

પુરુષોનો પહેરવેશ

ભરવાડ જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે
તેવા છે .
પુરુષોનો પહેરવેશ જોઈએ તો ચોરણી ,
ધોતીયું, કેડિયું, બંડી , મેલખાયું , એક ખેસડી વડે
ભેટવાળે અને એક ખેસડી અથવા ધાબળો ખભે હોય ,
હાથમાં કૂંડલી વાળી લાકડી હોય
તેમના કેડિયાની લંબાઈ પ્રદેશ મુજબ લાંબી ટૂંકી હોય
છે.
અમુક પ્રદેશમાં માથા ઉપર પાઘડી અથવા ગરમ
ટોપી પહેરે છે .
દેશી ઢબના વજનદાર બૂટ પહેરે છે.
શૈક્ષણીક જાગૃતિ આવતા પહેરવેશમાં મોટા પાયે
બદલાવ આવ્યો છે .
અલંકાર
પુરુષોના અલંકારો માં મોટે ભાગે
કાનમાં કોકરવા ( ઠોળીયા ), ફૂલ,
ચાપવા ડોકમાં ચાંદીની હીરાકંઠી , સોનાનો ચેઈન
હાથમાં ચાંદી ના કડા,
હાથની આંગળીઓમાં ચાંદીના જુદી જુદી ડીઝાઈનના કરડા અને
વેઢ, દાણા વાળી વીંટી , બંડીમાં ચાંદીના બટન, કેડે
ચાંદીનો કંદોરો પહેરે છે .
જેમા હાલ માં સમય મુજબ બદલાવ
જોવામાં આવે છે .

2 comments: