Thursday, 14 November 2013

માલધારી વસાહત બનશે ત્યારે જ શહેરમાંથી ઢોર દૂર થશે !

રાજકોટ : શહેરમાં જાહેર
માર્ગો પર
રઝળતા ઢોરોની સમસ્યા યથાવત છે.
મહાપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ હાથ
ધરવામાં આવી છે પરંતુ દરરોજના ૫૦
ના ટાર્ગેટ સામે ૩૦ જેટલા ઢોરો પકડીને
સંતોષ માની લેવામાં આવે છે. ગાયોના ધણ
શહેરના રસ્તોઓ પર ઠેર-ઠેર
અડિંગો જમાવી દે છે જેના કારણે છાશવારે
નાના-મોટા અકસ્માતો ઘટતા રહે છે
બીજી તરફ નગરપાલિકાના શાસકો પણ
વોટબેન્કની રાજનીતિમાં નગરજનોની સમસ્યા દૂર
કરવા માટે અસરકારક પગલા લેતા ન
હોવાની લોકફરિયાદો ઉઠી છે.
શહેરની આ મુખ્ય સમસ્યા વિષે
માલધારી સમાજના અગ્રણીઓનું કઈક અલગ જ કહેવું છે, જાણીએ
તેઓની જુબાની એ.
1)ખીમજીભાઈ મકવાણા:-
શહેરમાં જે ગાયો ફરે છે તે માત્ર
માલધારીઓની નથી. આ ગાયો ખેડૂતો,
ગઢવીઓ સહિતના તમામ સમાજની છે. તેમ
છતાં માલધારી સમાજ ઉપર જ
આંગળી ઉઠાવવામાં આવે છે. એક સમયે
બ્રાહ્મણો પણ ગાયો રાખતા હતાં. આ
સમસ્યાનું સહુ કોઈએ સાથે મળીને નિરાકરણ
લાવવું જોઈએ. છેલ્લા ૫૦
વર્ષોથી શહેરની આસપાસ
માલધારી વસાહત
ઉભી કરવાની અમારી માગણી છે પરંતુ હજુ
સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
માલધારી વસાહત ઉભી થશે ત્યાર બાદ જ
રઝળતા ઢોરોની સમસ્યા ઓછી થશે.
2)કરણાભાઈ માલધારી:-
પ્રત્યેક માલધારીને ૧ ઢોર દિઠ એક
વિઘો ગૌચરની જમીન
ફાળવવાનો કાયદો હોવા છતાં તેનો અમલ
થતો નથી. આજે
ઢોરો માટેના ખોળની ગુણી ૧૧૦૦ (૫૦
કિલો) રૂપિયા તથા કડબ ૩૦૦ રૂપિયા મણ
થઈ ચુકી છે ત્યારે જે ઢોર બિનઉપજાઉ છે
તેનો નિભાવ કરવો માલધારીઓ માટે
કઠીન બની રહે છે માટે આ ઢોરોને
શહેરમાં રઝળતા મુકી દેવામાં આવે છે.
લોકો દ્વારા એઠવાડમાં ફેકાયેલો ખોરાક
આ ઢોરો ખાય છે અને શહેરમાંથી ગંદકી દૂર
કરે છે. શહેરમાં ૧૦ ટકા ઢોર
માલધારીઓના છે બાકીના ૯૦
ટકા ગામડાઅોમાંથી અહીં આવ્યાં છે.
રાજાશાહી વખતમાં માલધારીઓ મહેસૂલ
ભરતા આવ્યાં છે. ગૌચર પર પહેલો હક
માલધારીનો હોવા છતાં આજે આ
જમીનો પર અન્ય દબાણો ખડકાઈ ગયાં છે.
3)ભરતભાઈ ગમારા (માલધારી અગ્રણી):-
શહેરનો વિકાસ થાય તેના માટે
માલધારીઓ પણ સહમત છે.
રાજાશાહી વખતથી માલધારીઓ આ
શહેરમાં વસે છે. `માલ'(ઢોર) રાખવો તે
તેઓનો પરંપરાગત વ્યવસાય છે.
ચોમાસામાં ગાયોના પગમાં રહેલી ખરી નરમ
પડે છે ત્યારે આવી ગાયોને
જો બાંધી રાખવામાં આવે તો તે અનેક
રોગચાળોનો ભોગ બને છે. રસ્તાઓ પર
માખી-મચ્છર ન હોવાથી તે ત્યાં બેસવાનું
વધુ પસંદ કરે છે. જો શહેરના ચારેય
ઝોનમાં માલધારી વસાહત
બનાવવામાં આવે તો અમે ખુશીથી આ તમામ
પશુઓને ત્યાં સ્થળાંતરિત કરવા તૈયાર
છીએ.
4)જીતુભાઈ કાટોળિયા (માલધારી અગ્રણી):-
રાજાશાહી વખતથી સૌરાષ્ટ્રના દરેક
ગામોમાં ગાયોનો ગોંદરો છે. જ્યાં સવારે
ઘરેથી છોડેલા માલઢોરને સાંજ
સુધી રાખવામાં આવે છે ત્યાં જ તેમને
ચારો નાખવામાં આવે છે.
ભૂતકાળમાં રાજકોટના રાજવીએ પણ
ભીચરીની આસપાસની જમીન ગાયોને
ચરવા માટે આપી હતી પરંતુ એક
મહિના પહેલા ગૌચરની આ જમીન હવે
ફોરેસ્ટ ખાતાને ફાળવી દેવાતા આ ઢોરોને
સાંચવવા માટે માલધારીઓ પાસે
જગ્યા બચી નથી.
દેશનો ખેતી પછીનો વ્યવસાય માલધારીઓ
પર નિર્ભર છે, ઔદ્યોગિક વ્યવસાય
ત્રીજા ક્રમે આવે છે તેમ
છતાં રાજકોટમાં ખટારા સ્ટેન્ડ માટે
અલગથી ટ્રાન્સપોર્ટનગર તેમજ
ઈટોના ભઠ્ઠા માટે જગ્યા ફાળવવામાં આવે
છે પરંતુ માલધારી વસાહત માટે
જગ્યા ફાળવવામાં આવી નથી.
5)અનીલભાઈ રાઠોડ (કોર્પોરેટર):- મહાપાલિકાના સત્તાધિશો મેયર,
ડે.મેયર, સ્ટે.ચેરમેન અને સમગ્ર ટીમ દ્વારા
રાજકોટ શહેરમાં એનિમલ હોસ્ટેલ
ઉભી કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ
ધરવામાં આવ્યાે છે. એનિમલ હોસ્ટેલ માટે
કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ નજીક
તેમજ અન્ય એક સ્થળ પર પસંદગીની મહોર
મુકાઈ છે. આ પ્રોજેક્ટ સફળ થયાં બાદ
માલધારી વસાહત ઉભી કરવાનું આયોજન
છે. જ્યા સુધી આ પ્રક્રિયા આગળ ન વધે
ત્યા સુધી માલધારી સમાજના આગેવાનો શહેરના મુખ્ય
૧૩ રસ્તાઓ પર પોતાના ઢોર રઝળતા ન
મુકે તેવી મારી નમ્ર અપીલ છે.

No comments:

Post a Comment